Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
$1.54$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ $6^{\circ}$ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ $P_2$ નો કોણ $.............{}^{\circ}$ હશે.
એક પક્ષી હવામાંથી માછલીને પાણીની અંદર જુએ છે. $h_1$ એ પક્ષીની પાણીની સપાટીથી ઉંચાઈ અને $h_2$ એ માછલીની પાણીની સપાટીથી ઉંડાઈએ છે. જો હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક $\mu$ છે. ત્યારે પક્ષીએ નોંધેલું માછલીનું અંતર ......છે.
$\sqrt{3}\,cm$ જાડાઈ ધરાવતી અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર $..........\times 10^{-2}\,cm$ હશે. (Sin $15^{\circ}=0.26$ આપેલ છે.)
બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?