Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ સમતલમાં $\overrightarrow{ F }=\left(4 x \hat{i}+3 y^{2} \hat{j}\right)$ જેટલું ચલ બળ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ $x-y$ સમતલમાં બિંદૂ $(1,2)$ થી $(2,3)$ આગળ ખસે તો ગતિઉર્જા...........$J$ જેટલી બદલાશે.
એક બોલને $h_0$ ઉંચાઈએથી ફેંકો. તે પૃથ્વી સાથે $n$ સંઘાત કરે છે. $n$ સંઘાત પછી જો બોલના ઉછળાટનો વેગ $u_n$ હોય અને બોલ $h_n $ ઉંચાઈએ પહોંચતો હોય તો રેસ્ટીટ્યૂશન ગુણાંક ને કયા સૂત્રની મદદથી આપી શકાય?
એક બોટ ને અચળ વેગે ચલાવવા માટે લાગતું જરૂરી બળએ તેની ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. જો $v\; km / h$ ઝડપ ને $4 \;kW$ પાવરની જરૂર હોય, તો $2v\; km / h$ ઝડપ ને ........... $kW$ પાવર જરૂર પડશે ?
$h$ ઉંચાઈની એક ભેખડ પરથી એક ભારે (વજનદાર) પથ્થરને $v $ ઝડપે ફેંકવામાં આવે છે. પથ્થર જમીનને મહત્તમ ઝડપે અથડાય તે માટે તેને કેવી રીતે અને કઈ દિશામાં ફેંકવો જોઈએ?
સમાન દળ $M$ ધરાવતા બે કણ $A$ અને $B$ સમાન ઝડપ $v$ થી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ $C$ તરીકે ગતિ કરે છે.તો કણ $C$ ના પથ દ્વારા $X-$ અક્ષ સાથે બનાવેલ ખૂણો $\theta $ શેના દ્વારા દર્શાવી શકાય ?
$10\, kg$ દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. $\mathrm{J}$ હશે?