Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?
ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ લટકાવેલ છે. પુલીનું દળ $ m $ અને ત્રિજ્યા $ R$ છે. પુલી એ નિયમિત વર્તૂળાકાર તકતી હોય અને દોરા પુલી સર સરકતી ના હોય, તો દળનો પ્રવેગ .......
$M$ દળના અને $l$ લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે $\theta$ ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
નીચે આકૃતિમાં ત્રણ સમાન લંબાઈ અને સમાન દળ $M$ ધરાવતા સળિયા દર્શાવેલા છે. સળિયા $B$ ને આધાર રાખીને તંત્રને ભ્રમણ કરવવામાં આવે છે. તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા શું થશે?
મોટરને બંધ કરવામાં આવે ત્યારે, $M kg$ દળ અને $R$ મીટર ત્રિજ્યાની એક તકતી $\omega \,rad / s$ ની કોણીય ઝડપે ભ્રમણ કરે છે. અક્ષીય ધર્ષણને અવગણતા, $t$ સમય માં, વ્હીલને સ્થિર કરવા માટે વ્હીલ પર સ્પર્શકીય રીતે કેટલું બળ લગાડવું જોઈએે ?
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.