Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ ભૌતિક રાશિ $p$ ને $p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}$ થી દર્શાવેલ છે. જો $a, b, c$ અને $d$ ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $2\% , 1\%, 3\%$ અને $5\%$ હોય, તો $P$ માં રહેલી સાપેક્ષ ત્રુટિ $........... \%$ હશે.
એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને $W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}$ દ્વારા આપવામાં આવે છે જ્યાં $x$ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન દર્શાવે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય, તો $\beta$ નું પરિમાણ ......... હશે.
સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલના બે પૂર્ણ આંટા દ્વારા મુખ્ય સ્કેલ પર $1\; mm$ નું અંતર નક્કી થાય છે. વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે. તેની સાથે એવું જોવા મળ્યું છે કે સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.03\;mm$ છે. જ્યારે એક પાતળા તારનો વ્યાસ માપવાના પ્રયોગમાં વિદ્યાર્થી મુખ્ય સ્કેલ પર $3\; mm$ વાંચન કરે છે. મુખ્ય સ્કેલને અનુરૂપ વર્તુળકાર સ્કેલના કાપાઓની સંખ્યા $35$ છે. તારનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે?
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $100\,cm$ લંબાઈના લોલક વડે માપવામાં આવે છે જેમાં $25$ દોલનો માટે માપેલ સમય $50\,sec$ જેટલો મળે છે. સ્ટોપવોચની લઘુત્તમ માપશક્તિ $0.1\,sec$ અને મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ $0.1\,cm$ હોય તો $g$ ના મૂલ્યમાં મહતમ પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ $\left(\frac{x}{100}\right) \% $ છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $6.0 \%$ અને $1.5 \%$ હોય તો $x$ નું મૂલ્ય કેટલુ હશે?
કોઈ ભૌતિક રાશિ $P$ ને $P= \frac{{{A^3}{B^{\frac{1}{2}}}}}{{{C^{ - 4}}{D^{\frac{3}{2}}}}} $ સૂત્ર વડે રજૂ કરવામાં આવે તો, $P$ માં કોના દ્વારા મહત્તમ ત્રુટિ ઉમેરાશે?