Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?
ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ $\%$
$0.5\,mm$ પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ $6.8\,cm$ લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $1.5\,mm$ અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $7$ મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ $cm^2$ થશે.
[સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $50$ કાપા છે]
એક વૈજ્ઞાનિકે એક ચોકકસ ભૌતિક રાશિના પ્રયોગ કરીને $100$ અવલોકન લીધા. તે જ પ્રયોગ ફરીથી કરીને $ 400$ અવલોકન મેળવ્યા. આ પરથી ત્રુટિના મૂલ્ય વિશે શું કહી શકાય?