Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?