Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
શુદ્ધ બેઝિનનુ ઠારણ $5.3\,^oC$ તાપમાને થાય છે. $4.4\,g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે, તો આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........
$25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?