Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?
એક શ્રેણી $LCR$ પરિપથ $\omega_{0}=10^{5} \,rad / s$ જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ $120\, V$ વોલ્ટનાં ઉદગમમાંથી $16\, W$ પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ $'R'$ નું મૂલ્ય ...... $\Omega$ છે.
$R =5\,\Omega $ ના બે સમાન અવરોધો અને $L=2\, mH$ ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $15 \,V$ ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......$A$ હશે?
એક $LCR$ શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે $L=100\, mH , C =100\, \mu F$ અને $R=10\; \Omega$ છે. તેઓ $220 \,V$ વોલ્ટેજ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............$A$ હશે.