Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના બે સ્લિટના પ્રયોગમાં, $5000\,\mathring A$ નો એકરંગી પ્રકાશ $0.5 \,mm$ પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો $6000\,\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. $mm$ થશે.
યંગના ડબલ સ્લિટના બે અલગ અલગ પ્રયોગમાં શલાકાની પહોળાઇ સમાન છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર $1:2$ અને સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $2:1$ છે,તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો થાય?
દરેક પ્લેટ $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન કરે છે. જયારે $AB$ અને $A'B'$ ને યંગના પ્રયોગની બે સ્લિટ લેવામાં આવે તો મહતમ અને ન્થૂનતમ તીવ્રતાનો ગુણોતર $ \frac {I_{\max }}{I_{\min }} $ કેટલો થાય?
શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
એક સાંકડી સ્લિટ ઉપર એકરંગી પ્રકાશનું સમતલ તરંગ-અગ્ર લંબરૂપે આપાત થાય છે. પરિણામે પડદા પર વિવર્તનભાત રચાય છે, તો જ્યાં પ્રથમ ન્યૂનતમ રચાય છે ત્યાં સ્લિટની ઉપરની ધાર અને નીચેની ધાર આગળથી નીકળતા તરંગો વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?
બે સ્લિટના પ્રયોગમાં પ્રકાશની તરંગલંબાઈ $5000\,Å$ છે અને તેના દ્વારા મળતી શલાકાની પહોળાઈ $1\, mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ $ 6000 \,Å $ રાખવામાં આવે છે અને તંત્રને બદલવામાં આવતું નથી તો નવી શલાકાની પહોળાઈ ........$mm$
યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં $\frac{1}{8}$ ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.