Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે $\lambda$ જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં $x \,\lambda$ જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ $( \mu=1.5)$ દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો $x$ નું મૂલ્ય..........હશે.
$6000$$A$ તરંગ લંબાઈના એકરંગી પ્રકાશને $0.01 \mathrm{~mm}$ પહોળાઈની એક સ્લિટ પર આપાત કરવામાં આવે છે. જો $20 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર વિવર્તન ભાત રચાય તો મધ્યસ્થ અધિક્ત્તમી રેખીય પહોળાઈ________mmછે.
$\lambda$ તરંગલંબાઈ સાથે યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં તો પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે. જ્યારે બે $t_1$ અને $t_2 (t_1 > t_2)$ જાડાઈની કાચની બે પ્લેટો (વક્રીભવનાંક $\mu$ ) ને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે તો શલાકાની ભાત કેટલા અંતરે ખસેલી હશે?
યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં $450 \,nm$ તરંગલંબાઈ માટે, $2 \,m$ દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ $0.35^{\circ}$ જેટલી મળે છે. આ આખીય રચનાને $7 / 5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. તો $\alpha$ નું મૂલ્ય ............ હશે.
એક સ્લીત ના પ્રયોગમાં થતાં વિવર્તનમાં સફેદ પ્રકાશ વડે $a$ પહોળાયની સ્લીટને પ્રકાશિત કરવામાં આવે છે. લાલ પ્રકાશ ($\lambda = 6500\;\mathring A$) માટે પ્રથમ લઘુત્તમ $\theta = {30^o}$ ખૂણે મળે છે. તો $a$ નું મૂલ્ય કેટલું હશે?
પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના $10 \%$ જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......$^o$ ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?