Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${W_1}$ અને ${W_2}$ વજનને વજનરહિત દોરી સાથે બાંઘીને પુલી પરથી પસાર કરવામાં આવે છે.પુલીને ઉપર તરફ $g$ પ્રવેગથી ગતિ કરાવતા દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?
એક ન્યુટ્રોનનું દળ $1.67 × 10^{-27} kg $ છે અને તે $ 10^8m/s$ ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ $3.34 ×10^{-27 } kg$ હોય તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?
$4 \,{kg}$ દળવાળી બંદૂકમાંથી $4\,g$ દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી $50\, {ms}^{-1}$ ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?
એક પ્રક્ષેપ્તને સમક્ષિતિજ $\theta$ કોણ $u$ વેગે છોડવામાં આવે છે. તેના પ્રક્ષેપણ માર્ગનાં ઉચ્ચતમ બિંદુુએ પહોચીને તે $m, m$ અને $2\,m$ દળના ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે. પહેલો ભાગ શૂન્ય પ્રારંભિક વેગ સાથે શિરોલંબ રીતે અધોદિશામાં પડે છે અને બીજો ભાગ તે જ માર્ગ દ્વારા પ્રક્ષેપણ બિંદુ સુધી પાછો આવે છે. તો વિસ્ફોટ બાદ તરત જ $2m$ દળના ત્રીજા ભાગનો વેગ કેટલો હશે?
$m$ દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં $p$ જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં $t=0$ સમયે ગતિ કરતા પદાર્થ પર બળ $F = kt$ એ જ દિશામાં $T$ સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન $p$ માંથી બદલાયને $3p$ થાય છે. અહીં $k$ એક અચળાંક છે. તો $T$ નું મૂલ્ય કેટલું હશે?