Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)
બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?
એક બેરોમિટરમાં $760 \;kg / m ^{3}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર $76 \;cm$ અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ ($m$ માં) શોધો (મરકયુરીની ઘનતા $\left.=13600 \;kg / m ^{3}\right)$
$1 \;\mathrm{m}$ લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને $0^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની $20\; \mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને $4^{\circ} \mathrm{C}$ થાય ત્યારે નળાકારની $21 \;\mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો $\mathrm{T}=4^{\circ} \mathrm{C}$ એ $\mathrm{T}=0^{\circ} \mathrm{C}$ ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?
$0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]
શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને $r$ ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.${\rho _1}$ અને ${\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)$ ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો $\theta$ કેટલો થાય?