Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન $W$ હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?
$M$ દળ અને $R$ ત્રિજ્યાનો નિયમિત ગોળો એ એજ દળના પરંતુ $2 R$ ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાકાર કવચથી આવરિત થયેલો છે. જો બિંદુવત દળ $m$ ને ગોળા દ્વારા આવરીત થયેલા ક્ષેત્રની અંદર આકૃતિમાં દર્શાવ્યા મૂજબ $x(>R)$ અંતરે મૂકેલો છે. તો કણ પરનું પરિણમી ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે ?
પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?