Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $8$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ........ $km/s$ થાય?
એક ઉપગ્રહ ગ્રહ $P$ ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં $6$ ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?
બે ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓ અનુક્રમે $R$ તથા $4 R$ અને તેમની ધનતા અનુક્રમે $\rho$ અને $\rho / 3$ છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય $\left(g_A: g_B\right)$ ............. થશે.
અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર $\left(-\frac{K}{r^2}\right)$ વડે આપવામાં આવે છે. $r =2 \;cm$ ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન $V =10\,J / kg$ લઈને, $r=3\,cm$ સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. ($K =6\,J cm / kg\,SI$ એકમમાં લો.)