Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.
પૃથ્વીની $axis$ આગળ ત્રિજ્યા $R$ છે અને તે તેના ભ્રમણનો વેગ એવા મૂલ્ય સુધી વધારે છે જ્યારે $60^{\circ}$ ના અક્ષાંક્ષખૂણે ઉભેલો માણસ વજનરહિત અનુભવે. આવા કિસ્સામાં દિવસનો સમયગાળો $........$
એક $M$ દળના રોકેટને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં $V$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય અને હવાના અવરોધને અવગણવામાં આવે તો રોકેટે પૃથ્વીની સપાટીથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હોય ?
એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તે સપાટીથી હમેશા સમાન ઊંચાઈએ રહે છે તો તેની પૃથ્વીની સપાટી થી ઊંચાઈ ........... $km$ હશે?
બે ઉપગ્રહો એક ગ્રહની આસપાસ સમતલીય વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તેમના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે $1$ કલાક અને $8$ કલાક છે. નજીકના ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા $2 \times 10^{3}\, {km}$ છે. જ્યારે બંને ઉપગ્રહો એકબીજાની સૌથી નજીક હોય ત્યારે દૂરના ઉપગ્રહની કોણીય ઝડપ નજીકના ઉપગ્રહની સાપેક્ષે $\frac{\pi}{{x}}\, {rad} \,{h}^{-1}$ છે. જ્યાં ${x}$ કેટલો હશે?
એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે $36000 \,km$ ની ત્રિજયાની કક્ષામાં ફરે છે તો પૃથ્વીની સપાટીથી થોડાક સો $km$ ની કક્ષામાં ફરતા ઉપગ્રહનો આવર્તકાળ ....... $hours$ થાય . $({R_{{\rm{Earth}}}} = 6400\,km)$
એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?