Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, $M$ દળ ધરાવતા અને $R$ ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી $\frac{R}{2}$ ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.$r$ $=$ $\;\infty $ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન $V=0 $ લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( $G$ $=$ ગુરુત્વાકર્ષી અચળાંક )
$x-$અક્ષ પર ઉગમબિંદુથી $x$ અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર $\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}$ મુજબ આપવામાં આવે છે. $x-$અક્ષ પર $x$ અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.
સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની $A,B $ અને $C $ સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે $K_A,K_B $ અને $K_C$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $AC$ મુખ્યઅક્ષ અને $SB$ એ સૂર્યની સ્થિતિ $S$ પર $AC$ ઉપરનો લંબ છે. તો
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન $V =-\frac{ K }{ x } \;( J / kg )$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2,0,3)\,m$ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?
$100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $10\, g$ નો કણ છે, તેને અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધો. ($\left.G=6.67 \times 10^{-11} Nm ^{2} / kg ^{2}\right)$
પૃથ્વીની $axis$ આગળ ત્રિજ્યા $R$ છે અને તે તેના ભ્રમણનો વેગ એવા મૂલ્ય સુધી વધારે છે જ્યારે $60^{\circ}$ ના અક્ષાંક્ષખૂણે ઉભેલો માણસ વજનરહિત અનુભવે. આવા કિસ્સામાં દિવસનો સમયગાળો $........$
એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?