Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5)$ અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \, cm $ અંતરે રહેલો છે. જો સપાટી બહિર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
દિવાથી $20 \,cm$ અંતરે બે સેકન્ડ એક્સપોઝરના સમય વડે એક સારી ફોટોગ્રાફીક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે એક્સપોઝરનો સમય.......$s$ ગણો.