Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?
$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય તો અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી થાય તો દર બે ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?
જો એક પ્રક્રિયા આર્હેનિયસના સમીકરણને અનુસરતી હોય તો $In k$ વિરૂધ્ધ $1/(RT)$ નો આલેખ સીધી રેખા આપશે, જેનો ઢાળ $(-y)$ એકમ હશે પ્રક્રિયાને સક્રિય કરવા કેટલી ઉર્જાની જરૂર પડે?
પ્રથમક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતામાં $1/4$ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય $20$ મિનિટ છે. તો શરૂઆતની સાંદ્રતા માં $1/16 $ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય......... $\min.$ હશે.
$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.
એક અણુનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે.અણુ $120$ મિનિટમાં $50\% $ વિઘટન પામે છે. તેનું $90\%$ વિઘટન થવા માટે ........... મિનિટ લાગશે.
એક ફ્લાસ્ક સંયોજનો $AB$ અને $XY$ નુ મિશ્રણ ધરાવે છે.તેઓને ગરમ કરતા બંનેનુ વિઘટન પ્રથમ કમની પ્રકિયા મુજબ થાય છે. જો $AB$ અને $XY$ ના અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $30\,\min$ અને $10\,\min$ હોય, તો $AB$ ની સાંદ્રતા $XY$ ની સાંદ્રતા કરતા ચાર ગણી થતા ....... $\min.$ લાગશે. ($AB$ અને $XY$ ની શરૂઆતની સાંદ્રતા સમાન ગણો)
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે જો $K$ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $0.5\, M$ હોય તો અર્ધઆયુષ્ય .............. થશે.