Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઝડપી મોટરસાયકલ ચાલક તેની આગળ ટ્રાફિક જામ જુએ છે. તે $36 \;km/hr $ સુધી ધીમો પડે છે. તેને લાગે છે કે ટ્રાફિક હળવી પડે છે અને તેની આગળ $18\; km/hr $ ની ઝડપથી જતી એક કાર $1392\; Hz$ ની આવૃત્તિનો હોર્ન વગાડી રહી છે. જો હવામાં ધ્વનિની ઝડપ $343 \;m s^{-1}$ હોય, તો તેના દ્વારા સાંભળતી હોર્નની આવૃત્તિ કેટલી હશે?
દોલનના સ્ત્રોતથી $10\; m$ અને $15\; m$ અંતરે બે બિંદુઓ આવેલા છે. દોલનનો આવર્તકાળ $0.05$ સેકન્ડ અને તરંગનો વેગ $300 \;m/s $ છે. દોલનોના બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
એક વ્યક્તિ $15\,m / s$ ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને $40\,Hz$ જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ $......\,Hz$ છે. (ધ્વનિની ઝડપ $=330\,m / s$ લો)
$L$ લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ $\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}$ છે. જ્યાં $x$ ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો)
$100 \,Hz$ આવૃત્તિ વાળું તરંગ દોરી પર દઢ છેડા તરફ જાય છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું આવે ત્યારે દઢ છેડાથી $10\,cm$ અંતરે નિસ્પંદ બિંદુ બને છે. આપત (અને પરાવર્તિત) તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?