Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ $5\;N$ ના બળની અસર હેઠળ સીધી રેખામાં $10\;m$ સ્થાનાંતર કરે છે. જો $25\; J$ કાર્ય થાય , તો બળે ગતિની દિશા સાથે કેટલો ખૂણો ($^o$ માં) બનાવ્યો હશે?
$4m$ દાળનો બોમ્બ $x-y$ સમતલમાં સ્થિર પડેલો છે. તે એકાએક ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. બે દરેક $m$ દળના ટૂકડાઓ એકબીજાને લંબરૂપે સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ગતિઊર્જાનું મૂલ્ય ($mv^2$ માં) કેટલું હશે?
$x-$ અક્ષ પર ગતિ કરતાં એક $2\, kg$ દળના કણ પર આકૃતિ માં બતાવ્યા મુજબ તેના સ્થાન $x$ ના વિધેય તરીકે બળ $\vec F\, = F\hat i$ લગાવવામાં આવે છે. કણ વેગ $5\, m/s$ થી $x-$ અક્ષ પર $x\, = 0$ સ્થાને થી ગતિ કરે છે. તો $x\,= 8\, m$ સ્થાને કણની ગતિઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?
$1.6\, m$ લાંબી દોરી સાથે બાંધેલી ટોપલી ને શિરોલંબ દિશામાં વર્તુળાકારે અચળ ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. તો જ્યારે ટોપલી ઉચ્ચત્તમ સ્થાને હોય ત્યારે તેમાથી પાણી ન ઢોળાય તે માટે તેની ન્યુનત્તમ ઝડપ ........ $m/sec$ હોવી જોઇયે.
$40 kg $દળનું એક સ્કૂટર $4 m/s$ ના વેગથી $60 kg$ દળ ધરાવતા અને $2 m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો અડકેલા રહે છે તો ગતિઊર્જામાં થતો વ્યય.....$J$ શોધો.