Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?
એક $r$ ધાતુમાંથી બનેલ ચાર સળીયા જેની લંબાઈ, લંબ ક્ષેત્રફળ વગેરે એકસરખા છે. તેને આફૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે તો ચાર સળીયા દ્વારા બનેલ જંક્શનનું તાપમાન .......... $^{\circ} C$ હશે?
એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
પદાર્થ $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી $7$ મિનિટમાં ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $10^{\circ}\,C$ છે. પછીની $7$ મિનિટ પછી પદાર્થનું તાપમાન શું હશે?
$R$ ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા $R$ અને બહારની ત્રિજ્યા $2R$ છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા $K_1$ છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા $K_2$ છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0\,\, cm$ અને $5.0 \,\,cm$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20°C$ છે. જ્યારે તેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $2:5$ હોય તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન ........ $^oC$ શોધો.