Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતાં કણના સ્થાનાંતર માટે નું સમીકરણ $\theta = 2{t^3} + 0.5$ દ્વારા આપી શકાતું હોય, જ્યાં $\theta $ એ રેડિયનમાં અને $t$ એ સેકંડમાં છે. તો બે સેકંડ પછી કણનો કોણીય વેગ ......... $rad/sec$ હશે.
$M$ દળ, $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) $ મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે $I$ ન્યૂનતમ રાખવા માટે $\frac LR$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?
એક વર્તુળાકાર તકતી $L$ લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{1}$ છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{2}$ છે. તો $\frac{t_{2}}{t_{1}}$ નું મૂલ્ય $\sqrt{\frac{3}{x}}$ છે, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
સમાન લંબાઇની બાજુ $a$ ધરાવતા ચતુષ્કોણના શિરોબિંદુ પર $m, 2m,3m$ અને $4m$ દળ ના કણ મૂકેલા છે.આ ચતુષ્કોણ $x-y$ સમતલમાં છે જ્યાં ઉદગમબિંદુ પર $m$ અને $x$-અક્ષ પર $4m$ દળ છે. ચતુષ્કોણની કોઈ બે બાજુ વચ્ચેનો ખૂણો $60^o$ હોય તો તંત્રના દ્રવ્યમાનકેન્દ્ર ના યામ શું થાય?
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ $a,$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ $v$ થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર $'C'$ છે, તો ઉદગમ $O$ પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?