Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$ વક્રીભવનાંકવાળા અને $3\; cm$ જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
$30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?