Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.
બે સ્થિર ઘ્વનિ ઉદ્ગમો $\lambda$ તરંગલંબાઇ ધરાવતા તરંગો ઉત્સર્જિત કરે છે. એક શ્રોતા એક ઘ્વનિ ઉદ્ગમથી બીજા ઘ્વનિ ઉદ્ગમ તરફ $u$ વેગથી ગતિ કરે છે. તો તેના દ્વારા સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી હશે?
$100 \,cm$ લંબાઈનો એક એલ્યુમિનિયમનો સળિયો તેના મધ્યબિંદુુએ પકડવામાં આવ્યો છે અને તેમાં લંબગત દોલન કરવામાં આવે છે. સળિયાને તેની મુળભુત આવૃતિએ દોલિત થવા દેવામાં આવે છે. એલ્યુમિનિયમની ઘનતા $2600 \,kg / m ^3$ અને યંગનો મોડ્યુલસ $7.8 \times 10^{10} \,N / m ^2$ છે. ઉત્પન્ન થતા અવાજની આવૃતિ ............. $Hz$ હોય.
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.
જ્યારે અવાજનો સ્ત્રોત સ્થિર અવલોકનકારને પસાર કરે ત્યારે, જ્યારે $V_{ s } < < V$ હોય, તો અવલોકનકાર દ્વારા નોંધાયેલ અવાજની આભાસી આવૃતિનો ફેરફાર $...........$