Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.
યંગના બે-સ્લિટના પ્રયોગમાં, $560 \,nm$ તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $7.2$ $mm$ થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર $8.1 \,mm$ થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... $nm$ હશે.
ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $19.44\, \mu m$ અને તેની પહોળાઈ $4.05\, \mu m$ છે જેના પર લીલા $\left( {5303\,\mathop A\limits^o } \right)$ પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?
યંગના પ્રયોગમાં $4000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે અમુક વિસ્તારમાં $10$ શલાકા મળે છે. જો $5000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે તો તેટલાજ વિસ્તારમાં શલાકાની સંખ્યા
એકરંગી પ્રકાશની મદદથી કરાતાં બે-સ્લિટ પ્રયોગમાં, સ્લિટથી અમુક અંતરે રખાયેલા પડદા ઉપર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ $5 \times 10^{-2} \,m$ જેટલો ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈમાં $3 \times 10^{-3} \,cm$ નો ફરફાર થાય છે. જો સ્લિટો વચ્યેનું અંતર $1 \,mm$ હોય તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ .............. $nm$ હશે.