Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
$a$ પહોળાઈ ધરાવતી એક સ્થિર પર $600\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ $\theta=30^{\circ}$ પર દૃશ્યમાન થવા માટે $a$ નું મૂલ્ય ......... $\mu m$ હોવું જોઈએ.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\,mm$ છે અને પડદો આ બંને સ્લિટથી $200\, cm$ દૂર છે. પ્રકાશની તરંગલંબાઈ $5000 \,Å$ હોય, તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાના મધ્યબિંદુથી અંતર.......$cm$ શોધો.
પૃથ્વીથી દૂર જતી ગેલેક્સીનો વેગ ($km/sec$ માં) કેટલો હોવો જોઈએ કે જેથી સોડિયમની $D$ શ્રેણીની તરંગલંબાઈ $5890\;\mathring A$ એ $5896\;\mathring A$ જેટલી પૃથ્વી પર દેખાય?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.