Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \,Hz$ આવૃત્તિ વાળું તરંગ દોરી પર દઢ છેડા તરફ જાય છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું આવે ત્યારે દઢ છેડાથી $10\,cm$ અંતરે નિસ્પંદ બિંદુ બને છે. આપત (અને પરાવર્તિત) તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
$f$ આવૃતિવાળી સિસોટી $S$ એ $R$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ $v$ થી ભ્રમણ કરે છે. તો કેન્દ્રથી $2R$ અંતરે રહેલા સ્થિર ડિટેક્ટર $D$દ્વારા મપાતી મહતમ અને લઘુત્તમ આવૃતિનો ગુણોત્તર કેટલો થાય?
બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?
પેશીમાં ગાંઠની હાજરી જોવા માટે હોસ્પિટલમાં અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કેનરની કાર્યકારી આવૃતિ $4.2\; MHz$ છે. પેશીમાં ધ્વનિની ઝડપ $1.7 \;km/s$ છે. પેશીમાં ધ્વનિની તરંગલંબાઈ આશરે કેટલી હશે?
બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $512$ છે. બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા વધે છે, તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?