Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લિફ્ટ $68\; kg$ સરેરાશ વજન સરેરાશ વજન ધરાવતા $10$ માણસોને ઊચકી શકે છે.લિફ્ટનો પોતાનો વજન $920\; kg$ અને તે $3\; \mathrm{m} / \mathrm{s}$ ના અચળ વેગથી ગતિ કરે છે. ગતિની વિરુદ્ધનું ઘર્ષણબળ $6000 \;\mathrm{N}$ છે.જો લિફ્ટને ઉપર તરફ મહત્તમ ક્ષમતાથી ગતિ કરાવવા માટે મોટર દ્વારા લિફ્ટને કેટલા ........... $\mathrm{W}$ પાવર મળવો જોઈએ?
$m_1$ અને $m_2$ દળના બે સમકડાના ગાડા વચ્ચે એક સ્પ્રિંગ સંકોચાયેલી છે. જ્યારે રમકડાના ગાડાને મુક્ત (છોડવામાં) કરવામાં આવે ત્યારે દરેક ગાડા પર આવેલી સ્પ્રિંગ સમાન સમય $t$ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરૂદ્ધ દિશામાં બળ લગાડે છે. જો જમીન અને ગાડા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $\mu$ સમાન હોય તો બે રમકડાના ગાડાઓના સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.
આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ $P$ વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ $Q$ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, $Q$ બોલનો સંઘાતબાદ વેગ $..........$ હશે. $\left( g =10\,m / s ^2\right)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળના બ્લોકને $P$ સ્થળેથી મુક્ત કરવામાં આવે છે. તે સમતલ પર $0.5 m$ સુધી સરક્યા બાદ સ્પ્રિંગ સાથે અથડાય છે.આ સ્પ્રિંગનો બળ અચળાંક $4000 N/m $ છે. બ્લોક અને ઢોળાવવાળા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $0.3 $ છે. સ્પ્રિંગમાં થતું સંકોચન ............... $\mathrm{mm}$ હશે.
$1\, m$ લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર $5:1$ છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ $m /s$ છે. $(g =10\, m/s^2$ લો.)
એક કણ પર $F=(5 y+20) \hat{j} \,N$ જેટલું બળ લાગે છે. આ બળ દ્વારા કણ $y=0 \,m$ થી $y=10 \,{m}$ સુધી સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય (${J}$ માં) કરવું પડે?
બિંદુ $A$ (ઊંચાઈ$=2\; \mathrm{m}$) પરથી $\mathrm{m}=1\; \mathrm{kg}$ દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ $(AOC)$ પર ગતિ કરે છે. $\mathrm{C}$ બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ $P$ બિંદુ (ઊંચાઈ$=1 \;\mathrm{m}$ ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા ($\mathrm{J}$ માં) કેટલી થાય?