માલગાડીમાં ખુલ્લો ડબ્બો $10 \,m / s$. નાં નિયમિત વેગ સાથે ગતિ કરી રહ્યું છે. જો વરસાદ $5 \,kg / s$ ની દરે શૂન્ય વેગ સાથે પાણી ઉમેરતો હોય, તો પછી ગાડીના સમાન વેગને જાળવવા માટે એન્જિન દ્વારા પુરું પાડવામાં આવતું જરુરી વધારાનું બળ ............ $N$ છે.
લિફ્ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર $2\, kg$ નો દળ લટકાવેલ છે. હવે લિફ્ટ $2 \,m/sec$ ના વેગથી ઉપર તરફ ગતિ કરે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ....... $kg$ હશે.
લિફ્ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર $2\, kg$ નો દળ લટકાવેલ છે. હવે લિફ્ટ $2 \,m/sec^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ....... $kg$ હશે.
સમક્ષિતિજ ગતિ કરતા ખોખાની અંદર, અવલોકનકાર જોવે છે કે એક પદાર્થને સૂવાળા આડા ટેબલ પર મૂકીને છોડવામાં આવે તો તે $10\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. જો આ ખોખામાં $1\,kg$ પદાર્થ હલકી દોરી દ્વારા લટકાવવામાં આવે, તો સંતુલન અવસ્થામાં દોરીમાં તણાવ (અવલોકનકારની દષ્ટિએ) $g =10\,m / s ^2 \ldots \ldots \ldots \ldots\,N$
સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?
$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
$3r$ ત્રિજ્યાના હલકા કપમાં $r$ ત્રિજ્યાના બે ભારે ગોળાઓ, સંતુલનમાં છે. તે ક૫ અને બેમાંથી એક ગોળાનુ $Reaction$ તથા બંને ગોળાના $Reaction$ નો ગુણોત્તર $.....$
$5 \,m$ ઊંચાઇ પરથી $400 \,gm$ ના દડાને મુકત કરવામાં આવે છે.તે જમીન પર આવતા $100\, N$ નું બળ ઉપર તરફ લગાવતાં $20 \,m$ ઊંચાઇએ જાય છે.તો બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય ........... $\sec$ હશે. $[g = 10\,m/{s^2}]$
$8 \,kg$ અને $12\, kg$ દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો.
આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?
એક એલિવેટરની અંદર $2 \,kg$ અને $4 \,kg$ દળના બે બ્લોક્સ આદર્શ ગરગડી પરથી પસાર કરેલી દળરહિત દોરી વડ લટકાવેલાં છે. એલિવેટર એ $\frac{g}{2}$ પ્રવેગ સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરી રહ્યો છે. બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં ઉદ્ભવવો તણાવ ............ $N$ હશે. $\left(g=10 m / s ^2\right.$ લો).
એક બોલને ઉપરની તરફ પ્રવેગ $a$ સાથે ગતિ કરતી લીફ્ટમાંથી તેમાં ઉભેલા એક છોકરા દ્વારા છોડવામાં આવે છે. કોના સંદર્ભમાં બોલનો પ્રવેગ શું થાય? [ઉપરની દિશા ધન લો]
જ્યારે $2\,m / s$ ના વેગથી કરતી મોટરના શાફટ પર દોરી વીંટળાય ત્યારે લિફટનો વેગ $2\,m / s$ છે અને બ્લોક $A$ એ નીચેની દિશામાં $2\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો બ્લોક $B$ નો વેગ $..........$
નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પદાર્થ પર લાગતુ બળ એ સમય સાથે બદલાતો રહે છે. જો પદાર્થનુ પ્રારંભિક વેગમાન $\vec{p}$ છે, તો પદાર્થ વડે તેનું $\vec{p}$ વેગમાન ફરીથી જાળવી રાખવા માટે લેવામાં આવતો સમય છે
બે પદાર્થો $m_1$ અને $m_2$ દળોનો ધર્ષણરહિત અને દળરહિત ગરગડી પરથી પસાર કરેલી હલકી દોરી વડે જોડાયેલા છે. જો ગરગડી અયળ પ્રવેગ $\frac{g}{2}$ સાથે શિરોલંબ ઉપર તરફ ગતિ કરે છે, તો દોરીમાં ઉદભવતો તણાવ કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણરહિત સપાટી પર $4\; kg,2\; kg $ અને $1\; kg$ દળના અનુક્રમે ત્રણ બ્લોક્ $A,B$ અને $C$ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો $4\; kg$ ના બ્લોક્ પર $14\; N$ નું બળ લગાડવામાં આવે, તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્કબળ ($N$ માં) કેટલું હશે?
$m$ દ્રવ્યમાનનો એક ફુગ્ગો $a$ (જયાં $a < g$ ) પ્રવેગથી નીચે ઉતરે છે. તે ફુગ્ગા પરથી કેટલું દળ દૂર કરવું જોઇએ કે જેથી તે $a$ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ $ m,2m$ અને $3m $ ધરાવતાં ત્રણ બ્લોકસ દોરી વડે જોડેલ છે. બ્લોક $m$ પર ઉપરની તરફ $F$ જેટલું બળ લગાડયા બાદ, બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. $2m$ દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે? ($g$ ગુરુત્વીય પ્રવેગ છે)
એક પથ્થરને $h$ ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. તે ચોક્કસ વેગમાન $P$ થી જમીન સાથે અથડાય છે. જો તે જ પથ્થરને આ ઊંચાઈ કરતાં $100 \%$ વધુ ઊંચાઈએથી છોડવામાં આવે, તો જમીન સાથે અથડાય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર ($\%$ માં) કેટલો હશે?
બે અનુક્રમે $m_1 $ અને $m_2$ દળના ગોળા $A$ અને $B$ અથડાય છે. $A$ ગોળો શરૂઆતમાં સ્થિર અને $B$ ગોળો $ v$ વેગથી $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી $B$ ગોળોનો વેગ $\frac {v}{2}$ મૂળ વેગની દિશાને લંબ દિશામાં છે. $A$ ગોળો અથડામણ પછી કઈ દિશામાં ગતિ કરશે?
$60\,kg$ દળ ધરાવતો વ્યક્તિ $940\,kg$ લિફ્ટની અંદર ઊભો છે અને કંટ્રોલ પેનલ પરનું બટન દબાવે છે. લિફ્ટ $1.0\,m/s^{2} $ ના પ્રવેગ સાથે ઉપર ગતિ કરે છે. જો $g =10\,ms ^{-2}$ હોય, તો આધારક કેબલમાં તણાવ ($N$ માં) કેટલો હશે?
એક વિસ્ફોટ થતાં એક ખડકના ત્રણ ટુકડા થઈ જાય છે. આમાંથી બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં જાય છે. તેમાંના પહેલો $1 \;kg$ દળવાળો ટુકડો $12 \;ms^{-1}$ જેટલી ઝડપથી અને બીજો $2 \;kg$ દળવાળો ટુકડો $8\; ms^{-1} $ જેટલી ઝડપથી ગતિ કરે છે. જો ત્રીજો ટુકડો $4 \;ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે, તો તેનું દળ ($kg$ માં) કેટલું હશે?
એક ગતિ કરતાં માલવાહક પટ્ટા પર $M\ kg/s $ ના દરથી રેતી પાડવામાં આવે છે. જો પટ્ટાનો અચળ વેગ $v\ m/s $ જાળવી રાખવો હોય,તો પટ્ટા પર કેટલું બળ લગાડવું જરૂરી છે?
$\theta $ કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર $m$ દળનો એક બ્લોક મૂકેલ છે. આ તંત્રને સમક્ષિતિજ દિશામાં $a$ જેટલો પ્રવેગ આપવામાં આવે છે કે, જેથી બ્લોક ઢાળ પરથી સરકે નહિ. ઢાળ દ્રારા બ્લોક પર કેટલું બળ લાગશે? ($g$ ગુરુત્વપ્રવેગ છે)
$20 \,kg$ નો વાંદરો ઊભી દોરડું પકડે છે. જો દોરડા પર $25\,kg$ નું દળ લટકાવવામાં આવે, તો દોરડું તૂટતું નથી, પરંતુ જો તેના પર $25\,kg$ થી વધુ દળ લટકાવવામાં આવે તો તે તૂટી જશે. તે મહત્તમ કેટલા પ્રવેગથી ($m/{s^2}$ માં) વાંદરો દોરડા પર ચઢી શકે? $(g = 10\,m/{s^2})$
એક વ્યકિતનું દળ $80 \,kg$ છે. તે લિફ્ટમાં મૂકેલા એક વજનકાંટા પર ઊભો છે જે $5 \,m/s^2$ ના નિયમિત પ્રવેગથી ઉપર ચડે છે. વજનકાંટાના સ્કેલનું અવલોકન ($N$ માં) કેટલું હશે?
$1\; kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે જેમનો ગુણોત્તર $1:1:3$ છે. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને લંબ $30\;m/s$ ના વેગથી ગતિ કરે છે. તો મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
$1 \;kg$ દળવાળા પદાર્થને ઊઘ્વૅ દિશામાં $100 \;m / s$ ના વેગથી ફેંકવામાં આવે છે. $5 \;seconds$ બાદ તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. $400\; g$ દળવાળો એક ટુકડો અધોદિશામાં $25 \;m / s$ ના વેગથી ફેંકાય છે. બીજા ટુકડાના વેગની ગણતરી કરો?
બે કણો $A$ અને $B$ એક દઢ સળિયા $AB$ પર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયો બે પરસ્પર લંબ આવેલ ટ્રક પર સરકે છે. કણ $A$ નો વેગ ડાબી બાજુ $10\; m / s$ છે. જયારે $\alpha=60^{\circ}$ થાય ત્યારે કણ $B$ નો વેગ ($m/s$ માં) કેટલો થશે?
બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?
$1\; kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $6\; N$ બળ લાગે છે.આ સમય દરમિયાન પદાર્થ $30\; m / s$ નો વેગ પ્રાપ્ત કરે છે. પદાર્થ પર કેટલા સમય ($sec$ માં) સુધી બળ લાગ્યું હશે?
બળ-મુક્ત અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે. જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
શિરોલંબની ઉડાન માટે $600\; kg$ નું રોકેટ તૈયાર કરેલ છે. જો બહાર નીકળતા વાયુની ઝડપ $1000\; m/s$ હોય, તો તેના વજનને ઊંચકાવવા માટે જરૂરી બળ પૂરું પાડવા પ્રતિ સેકન્ડે કેટલો વાયુ ($kg\,s^{-1}$ માં) બહાર કાઢવો જોઈએ?
સ્થિર રહેલા $5 \;kg$ દળનો બોમ્બ $1:1:3$ ના ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. સમાન દળના બે ટુકડા $21\;m/s$ ના વેગથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે. મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
$M$ દળ અને $\alpha$ ખૂણો ધરાવતા ઢાળને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે. $m$ દળના બ્લોકને ઢાળ પર મૂકવામાં આવે છે. જો $F$ જેટલું બળ ઢાળ પર લગાવવામાં આવે તો બ્લોક સ્થિર રહે છે તો $F$ નું મૂલ્ય કેટલું હશે?
બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?
વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.
કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.
બે સમાન ગરગડી ને આકૃતિ માં બતાવ્યા મુજબ ગોઠવેલી છે. દોરડાનું દળ અવગણ્ય છે.આકૃતિ $(a)$ માં $m$ દળને દોરડાના બીજા છેડા સાથે $2\,m$ દળને જોડીને ઊંચકવામાં આવે છે. આકૃતિ $(b)$ માં $m$ દળને બીજા છેડા પર નીચે તરફ $F = 2mg$ જેટલું અચળ ખેંચાણ લગાડી ને ઊંચકવામાં આવે છે. તો બંને કિસ્સામાં $m$ નો પ્રવેગ અનુક્રમે શું થાય?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ કોઈ લીસ્સી સપાટી પર બે બ્લોક $A$ અને $B$ ને $A$ પર $15\, N$ બળ લગાવી ને પ્રવેગિત કરવામાં આવે છે. જો $B$ નું દળ $A$ કરતાં બમણું હોય તો $B$ પર લાગતું બળ ........... $N$ થાય.
$40\, m/s$ ની ઝડપથી આવતા $150\, g$ ના ટેનિસના દડાને બેટ વડે પાછો સીધી દિશામાં ફટકારતા તે $60\, m/s$ ની ઝડપે જાય છે. તે $5\, ms$ સુધી સંપર્ક માં હોય ત્યારે સરેરાશ બળ $F$ નું મૂલ્ય ........... $N$ હશે.
એક માળી એ પકડેલા હોજ પાઇપમાથી બહાર આવતા પાણી નો દર $4\,kg\, s^{-1}$ અને વેગ $2\, ms^{-1}$ છે.જ્યારે પાણીની ઝડપ $3\, ms^{-1}$ થશે ત્યારે માળીને કેટલો આંચકો લાગશે?
$80\, kg$ નો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે અને નીચે તરફ $2.8\, m/s^2$ જેટલો પ્રવેગ અનુભવે છે. પેરશૂટનું દળ $5\, kg$ છે. તો પેરાશૂટને ખોલવા માટે ઉપર તરફ ........... $N$ બળ લાગતું હશે . ( $g = 9.8\, m/s^2$)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*