Explore our large set of questions to practice for your standard seamlessly
1
એક બેરોમિટરમાં $760 \;kg / m ^{3}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર $76 \;cm$ અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ ($m$ માં) શોધો (મરકયુરીની ઘનતા $\left.=13600 \;kg / m ^{3}\right)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $U-$ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે $15\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ હોય તો તેલની ઘનતા કેટલા .......$kg/{m}^{3}$ હશે?
બે નાના સમાન દળના અને $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)$ ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે $1\; mm$ અને $2\; mm$ છે. તે બંનેને એક $\eta$ શ્યાનતાગુણાંક વાળા અને $0.1{\rho}_{2} $ ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?
$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ $0.2 \;m^2$ હોય, તેવા એક બ્લેાકને $0.02 \;kg$ નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું $0.6\; mm$ જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે $0.17 \;m/s$ ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?
એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા $\rho$ અને $n\rho ( n>1) $ છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ $h$ છે. $L$ લંબાઇ અને $ d$ ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ $PL(P < 1)$ રહે છે, તો ઘનતા $d$ કેટલી હશે?
$1.0\, m^2$ ક્ષેત્રફળનું ચોરસ તળિયું ધરાવતી એક ટાંકી મધ્યમાં એક ઊર્ધ્વ દીવાલ વડે વિભાજિત કરેલ છે. આ દીવાલના તળિયે એક નાના મિજાગરાવાળું $20\, cm^2$ ક્ષેત્રફળનું બારણું છે. ટાંકીના એક વિભાગમાં પાણી અને બીજામાં ઍસિડ ($1.7$ સાપેક્ષ ઘનતા ધરાવતો) બંને $4.0\, m$ ની ઊંચાઈ સુધી ભરેલ છે. આ બારણાને બંધ રાખવા માટે જરૂરી બળની ગણતરી કરો.
$47.6\, m$ ઊંડાઇ ધરાવતું તળાવમાં તળિયે $50\, cm^{3}$ કદ ધરાવતો પરપોટો સપાટી પર આવે ત્યારે તેનું નવું કદ ....... $cm^{3}$ થાય. (atmospheric pressure $= 70\, cm$ of Hg and density of $Hg = 13.6 g/cm^{3}$)
$a$ ત્રિજ્યાની કેશનળીમાંથી પાણીનું ધારી રેખીય રીતે વહન થઈ રહ્યું છે. દબાણનો તફાવત $P$ છે અને વહનનનો દર $Q$ છે. જો ત્રિજ્યા એ $\frac{a}{4}$ જેટલી ઘટી જાય અને દબાણ $4 P$ જેટલું વધી જાય તો વહનનો દર દેટલો થશે ?
$d _1$ અને $d _2$ ઘનતા ધરાવતા પ્રવાહી એ સમાન દબાણ તફાવત હેઠળ આદર્શ કેપિલરી ટ્યુબમાં વહે છે.પ્રવાહીનું સમાન પ્રમાણ (દળ) વહન કરવા માટે લાગેલો સમય $t _1$ અને $t _2$ હોય, પ્રવાહીના શ્યાનતા ગુણાંકનો ગુણોતર $......... $
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...
$P$ દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે. જો બમણી ત્રિજયા અને બમણી લંબાઇ ધરાવતી નળીમાં બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે જરૂરી દબાણનો તફાવત કેટલો થાય?
${\rho _1}$ અને ${\rho _2}$ ધનતા અને સમાન કદ ઘરાવતી બે ઘાતુનું મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે.આ બે ઘાતુનુ સમાન દળ લઇને મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે. તો ${\rho _1}$ અને ${\rho _2}$ કેટલા થાય?
અનુક્રમે $2 \times 10^{-2}\,m$ અને $4 \times 10^{-2} \,m$ વ્યાસ ધરાવતીને પાણીની પાઈપો $P$ અને $Q$ ને પાણીની મુખ્ય પ્રવાહ રેખા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $P$ પાઈપમાંથી વહન થઈ રહેલા પાણીનો વેગ એ .............
અરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપરની સપાટી પર હવાની ઝડપ $60 \,m / s$ અને તળિયાની સપાટી નીચે તે $45 \,m / s$ છે. જો હવાની ઘનતા $1.293 \,kg / m ^3$ છે તો દબાણનો તફાવત ............ $N/m^2$ છે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જુદા-જુદા પ્રવાહીથી $10 \,cm$ બાજુવાળા સમઘનને સમતોલનમાં રાખેલ છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ગુરત્વ $0.6$ અને $0.4$ છે. તો સમઘનનું દળ .......... $g$ ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચેનલમાંથી પાણીનું વહન થઈ રહ્યું છે. (શિરોલંબ સમતલમાં રહેલી) ત્રણ ભાગો $A, B$ અને $C$ દર્શાવેલા છે. $B$ અને $C$ વિભાગ આડછેદનું સમાન ક્ષેત્રફળ ધરાવે છે. જો $P_A, P_B$ અને $P_C$ એ અનુક્રમે $A, B$ અને $C$ પરના દબાણો હોય તો
એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
એક ટાંકીએ પાણીથી ભરવામાં આવી છે અને તેની અંદર બે છિદ્રો $A$ અને $B$ પાડવામાં આવે છે. સમાન અવધિ મેળવવા માટે $\frac{h}{h^{\prime}}$ નો ગુણોત્તર કેટલો હોવો જોઇએ ?
એક ટાંકીમાંથી એક પંપ વડે પાણી ખેંચવામાં આવે છે અને જેને પાણી જ્યાંથી ખેંચવામાં આવે છે તેનાથી $2.5\; m$ શિરોલંબ ઉંચાઈએ આવેલા હોઝના અંત ભાગમાં પહોંચાડવામાં આવે છે તેના આડછેદનું ક્ષેત્રફળ $10 \;cm^2$ છે અને હોઝના અંતમાં પાણીને $5 \;m/s$ ની ઝડપથી છોડવામાં આવે છે. કાર્યરત પંપના પાવરનો દર ......... $W$ હશે .
એક નળાકાર પાત્રમાં ભરેલા પાણીને આકૃતિમાં બતાવ્યા મુજબ $\theta$ ખૂણાના ઢોળાવ પરની સપાટી પર છોડવામાં આવે છે. પાત્રનો સપાટી સાથેનો ઘર્ષણાંક $\mu( < \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢોળાવ સાથે બનેલ સંપર્કકોણ $...........$
એક નિયમિત આડ-છેદની શિરોલંબ $U-$ટ્યૂબએે બંને ભૂજામાં પાણી ધરાવે છે. કોઈ પણ એક ભૂજા પર $10 \,cm$ ની ગ્લિસરીન સ્તંભ ઉમેરવામાં આવે છે. ($R.D. = 1.2$) બંને ભૂજામાં બંને મુક્ત સપાટીઓ વચ્ચેના સ્તરનું તફાવત ........ $cm$ હશે ($R.D =$ સાપેક્ષ ધનતા)
એક બરફનો બ્લોક એ એવા પ્રવાહીમાં તરે છે જેની ઘનતા પાણી કરતા ઓછી છે. બ્લોકનો અમુક ભાગ પ્રવાહીની બહાર રહે છે, જ્યારે તે પુરેપુરો પીગળી જાય, તો પ્રવાહીનું લેવલ
એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે ?
એક લાકડાનું સમઘન ચોસલું તેના પર મૂકેલા $200 \,gm$ દળ સાથે પાણીના અંદરના ભાગમાં તરે છે, જ્યારે દળ દૂર કરવામાં આવે છે, ત્યારે સમઘન એ તેની ટોચની સપાટી પાણીના સ્તરથી $2 \,cm$ ઉપર તરે છે, તો સમઘનની બાજુની લંબાઈ ......... $cm$ છે
એક લાકડાનો બ્લોક તેનું $\frac{4}{5} th$ ભાગનું કદ પાણીમાં ડૂબાયેલું રહે તેમ તરી રહ્યું છે, પરંતુ તે માત્ર બીજા પ્રવાહીમાં તરે છે. પ્રવાહીની ઘનતા કેટલી છે ? (in $kg / m ^3$ )
એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .)
એક સમઘન બ્લોક તેનું પાંચમા ભાગ જેટલું કદ પ્રવાહમાં ડૂબાયેલું રહે તેમ પ્રવાહીમાં તરી રહ્યું છે. જો સંપૂર્ણ તંત્ર $g/4$ પ્રવેગ સાથે અધો દિશામાં પ્રવેગિત થાય છે તો સમઘનના કદનો કેટલામો ભાગ પ્રવાહીમાં ડૂબેલો હેશે ?
એક સમાન પરિમાણો ધરાવતા બે સમઘન બ્લોકો પાણીમાં એવી રીતે તરે છે કે પહેલા બ્લોકનો અડધો ભાગ પાણીમાં ડૂબાયેલો રહે છે અને બીજા બ્લોકના કદનો $3 / 4$ ભાગ પાણીમાં રહે છે તો બંને બ્લોકની ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
એક હવાના પરપોટા (bubble)નું કદ બમણુંં થઈ જાય છે, જ્યારે તે તળાવના તળિયેથી તેની સપાટી સુધી ઉપર ઊઠે છે. વાતાવરણનું દબાણ પારાનું $75 \,cm$ છે. પારાથી તળાવના પાણીની ઘનતાનો ગુણોત્તર $\frac{40}{3}$ છે તો તળાવની ઉંચાઈ મીટરમાં કેટલી છે ?
ખુલ્લી $U$ આકારની ટ્યુબમાં મરક્યુરી ભરેલી છે. જ્યારે એક બાજુ $13.6 \,cm$ જેટલું પાણી ભરવામાં આવે તો આ પરિસ્થિતિએ મરક્યુરીના લેવલમાં ................. $cm$ વધારો થશે.
જ્યારે બ્લોક હવામાં હોય ત્યારે સ્પ્રિંગ માપન $60 \,N$ છે. જ્યારે તેને પાણીની અંદર નાખવામાં આવે ત્યારે તેનું માપન $40 \,N$ છે. તો બ્લોકનું વિશિષ્ટ ઘનતા કેટલું ?
ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
તાર વડે લટકાવેલો એક પદાર્થ તેને $10 \,mm$ જેટલો ખેંચે છે, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તારમાં ખેંચાણા $\frac{10}{3} \,mm$ જેટલું ઘટે છે તો પદાર્થ અને પ્રવાહીની સાપેક્ષ ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
નળાકાર ટયુબ $AB$ માં $ A$ છેડે પાણી ${v_1}$ વેગથી દાખલ થાય છે, અને $ B$ છેડે પાણી ${v_2}$ વેગથી બહાર આવે છે,પ્રથમ કિસ્સા $I$ માં નળી સમક્ષિતિજ રાખેલ છે,બીજા કિસ્સા $ II $ માં નળીનો $ A $ છેડો ઉપર રહે,તેમ શિરોલંબ રાખેલ છે,ત્રીજા કિસ્સા $ III $ માં નળીનો $B $ છેડો ઉપર રહે,તેમ શિરોલંબ રાખેલ છે.તો કયા કિસ્સા માટે ${v_1} = {v_2}$ થાય?
પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75\, cm $ અને $50\, cm$ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ છે,તો પર્વતની ઊંચાઇ કેટલી હશે?
પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે $70\, m\,s^{-1}$ અને $63\, m\, s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5\, m^2$ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા $1.3\, kg\, m^{-3}$ લો .
પાણી એ સમક્ષિતિજ જડિત સપાટી પર એવી રીતે વહે છે જેથી પ્રવાહ વેગ $v=K\left(\frac{2 y^2}{a^2} \frac{-y^3}{a^3}\right)$ એ $y$ (લંબવત દિશા) મુજબ બદલાય. જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $y = a$ પર પાણીના $layer$ વચ્ચેનો $Shear\,Stress$
પાણીની ટાંકીના તળિયા પરનું દબાણ $4 P$ છે, જ્યાં $P$ એે વાતાવરણનું દબાણ છે. જો પાણી તેનું સ્તર તેના $\frac{3}{5}$ ભાગ જેટલું ના થાય ત્યાં સુધી બહાર નીકાળવમાં આવે છે તો ટાંકીના તળિયા પરનુુ દબાણ કેટલું થશે ?
પાણીને સમાવતું એક નળાકાર, $H$ ઊંચાઈના ટેબલ પર રહેલો છે. નળાકારના તળિયા પરની એક બાજુ પર નાનું છિદ્ર પાડવામાં આવે છે. પાણીનો પ્રવાહ એ ટેબલથી $R$ જેટલા સમક્ષિતિજ અંતરે જમીન પર અથડાય છે. તો પછી નળાકારમાં પાણીની ઊંડાઈ કેટલી છે ?
પાત્રમાં $ 90cm $ સુધી પ્રવાહી ભરેલ છે.છિદ્ર $ 1, 2, 3, 4$ ની ઊંચાઇ અનુક્રમે $ 20 cm, 30 cm, 45 cm $ અને $50 cm $ છે.તો કયાં છિદ્ર માટે અવધી મહત્તમ હશે?
પાત્રમાં $ h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં $t$ સમયમાં બધું પાણી બહાર આવી જાય છે.જો પાત્રમાં $4h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ હોય, તો તળિયે છિદ્ર પાડતાં કેટલા સમયમાં પાણી બહાર આવશે?
બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ............ $N / m ^2$
બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$
વિમાનની પાંખની ઉપર અને નીચે હવાની ઝડપ $120\, m/s $ અને $90 \,m/s$ છે.હવાની ઘનતા $1.3\, kg\, per\, metre^{3} $ છે.પાંખ $10\, m$ લંબાઇ અને $2 \,m$, પહોળાઇ ઘરાવતી હોય તો વિમાનની પાંખની ઉપર અને નીચે લાગતા દબાણનો તફાવત ......... $Pascal$ થાય.
હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
હવામાં $3 \,kg$ વજનના ધાતુના ગોળાને દોરી વડે એવી રીતે લટકાડવામાં આવે છે કે તે $0.8$ સાપેક્ષ ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબેલો રહે. ધાતુની સાપેક્ષ ઘનતા $10$ છે તો દોરીમાં તણાવ ......... $N$ છે.
હવામાં સીસાા (લીડ) ગઠ્ઠાને વહન કરતી વખતે એક સ્પ્રિંગ બેલેન્સ $200 \,gF$ વાંચે છે. જો હવે સિસાને ખારા પાણીના દ્રાવણમાં તેના અડધા કદ જેટલું ડૂબાડવામાં આવે, તો સ્પિંગ બેલેન્સનું નવું વાંચન ......... $gF$ હશે ? સિસા (લીડ) અને ખારા પાણીનું વિશિષ્ટ ગુરુત્વ અનુક્રમે $11.4$ અને $1.1$ છે.
હીરાના એક જ સ્ફટિકમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબના આકારનું એરણ (anvils) બનાવેલ છે. તેનો ઉપયોગ ઊંચા દબાણ હેઠળ દ્રવ્યની વર્તણૂક તપાસવા માટે થાય છે. એરણના સાંકડા છેડા પાસે સપાટ બાજુઓના વ્યાસ $0.50\, mm$ છે. જો એરણના પહોળા છેડાઓ પર $50,000\, N$ નું દાબીય બળ લાગુ પાડેલ હોય, તો એરણના સાંકડા છેડે (tip) દબાણ કેટલું હશે.
$r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........
$\sigma$ સાપેક્ષ ધનતા ધરાવતા એક ગોળાનો વ્યાસ $D$ છે અને તેને $d$ વ્યાસનો સમકેન્દ્રિય પોલાણ઼ (ખાડો) છે. જો તે ટેન્કમાંના પાણી પર તરી શકે તે માટે $\frac{\mathrm{D}}{\mathrm{d}}$ ગુણોત્તર ............ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ના વ્યાસ ધરાવતી બે ભુજાએમાં પાણી ભરેલું હોય તેવો હાઈડ્રોલીક પ્રેસને દર્શાવેલ છે. તેના પાતળી ભુજામાં રહેલ પાણી ઉપર $10 \mathrm{~N}$ નું બળ લગાડવામાં આવે છે. પાણીને સંતુલન સ્થિતિમાં રાખવા માટે જાડી (મોટી) ભુજામાં રહેલ પાણી ઉપર લગાવવું પડતું બળ. . . . . . $\mathrm{N}$ હશે.
એક નાના સ્ટીલના ગોળાને ગ્લિસરીનથી ભરેલ લાંબા નળાકર પાત્રમાં મુક્ત કરવામાં આવે છે. તો નીચેના માંથી ક્યો આલેખ આ ગોળાની ગતિ માટે વેગ વિરુદૂધ સમયનો આલેખ દર્શાવશે?
એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*