Explore our large set of questions to practice for your standard seamlessly
1
$L$ લંબાઇની કલોઝડ પાઇપ અને $L’$ લંબાઇની ઓપન પાઇપમાં $ {\rho _1} $ અને $ {\rho _2} $ ઘનતા ઘરાવતાા ગેસ ભરેલ છે. બંને ગેસની દબનીયતા સરખી છે. બંને પ્રથમ ઓવરટોન સાથે અનુનાદિત થાય છે.ઓપન પાઇપની લંબાઇ $ L’=$________
હવામાં ધ્વનિનો વેગ માપવાના પ્રયોગમાં $0.1\,m$ હવાના સ્તંભની મૂળભૂત આવૃતિ સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે. $0.35\,m$ હવાના સ્તંભનો પ્રથમ ઓવરટોન સમાન સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે તો એન્ડ કરેક્શન ........ $m.$
એક બાઇક પાછળ પોલિસની કાર $22 m/s$ ની ઝડપથી જઇ રહી છે.પોલીસની કાર દ્રારા $176 Hz $ આવૃતિ ઘરાવતો હોર્ન વગાડવામાં આવે છે. બંને એક $165 Hz$ ઘરાવતા સાઇરન તરફ ગતિ કરી રહયા છે.જો બાઇક સવારને સ્પંદ અનુભવાતા ન હોય તો બાઇકની ઝડપ ... $m/s$ કેટલી હશે? (હવામાં ઘ્વનિની ઝડપ $330 m/s$ )
પ્લેટફોર્મ પર રહેલ ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ $5 kHz$ છે.સાઇરન તરફ આવતી ટ્રેન $A$ માં બેઠેલ પેસેન્જરને સંભળાતી આવૃત્તિ $5.5 kHz$ છે. જયારે આ વ્યકિત પોતાની યાત્રા પૂરી કરીને ટ્રેન $B$ માં પાછો આવે,ત્યારે સંભળાતી આવૃત્તિ $6 kHz$ છે,તો $ B$ અને $A$ ટ્રેન ના વેગનો ગુણોત્તર કેટલો થાય?
સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$
$34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .
$0.4\, m$ લંબાઈ અને ${10^{ - 2}}\,kg$ દળ ધરાવતી દોરીને બે દઢ આધાર વચ્ચે બાંધેલી છે,તેમાં તણાવ $1.6 \,N$ છે. એક છેડે સમાન તરંગો $\Delta t$ સમયના અંતરાલમાં ઉત્પન્ન કરવામાં આવે છે,તો તેમની વચ્ચે સહાયક વ્યતિકરણ માટે $\Delta t$ની લઘુતમ કિમત ........... સેકન્ડમાં
બે સમાન તારને એક સાથે કંપન ધરાવતા પ્રતિ સેકન્ડે $6$ સ્પંદ સંભળાઇ છે.એક તારમાં તણાવમાં ફેરફાર કરવાથી સ્પંદ બદલાતા નથી. ${T_1}$ અને ${T_2}$ એ શરૂઆતનું વધારે અને ઓછું તણાવ છે,તો તણાવમાં ફેરફાર .....
$2 \,W / m ^2$ અને $3 \,W / m ^2$ તીવ્રતાના બે ધ્વનિ તરંગો એક બિંદુુએ ભેગા થઈને $5 \,W / m ^2$ ની તીવતા ઉત્પન કરે છે. તો આ બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો છે.
એક અજાણી આવૃતિનો સ્વરકાંટાને $254 \,Hz$ ની આવૃતિના સ્વરકાંટા સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. અજાણી આવૃતિના સ્વરકાંટાને મિણથી ભરતા તે પ્રતિ સેકન્ડ સમાન સ્પંદ આપે છે. મિણ ભરતા પહેલાની અજાણી આવૃતિ કેટલી હશે.
એક ટ્રેન સ્થિર શ્રોતા તરફ $34 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. શ્રોતા દ્વારા અનુભવાતી ટ્રેનની સીટીની આવૃતિ $f_1$ છે. જો ટ્રેનની ઝડપ $17 \,m / s$, કરવામાં આવે તો શ્રોતા દ્વારા સંભળાતી આવૃતિ $f_2$ છે. જો અવાજની ઝડપ $340\, m / s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કટલો હોય.
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
એક સ્થિત તરંગનું સમીકરણ $y=A \sin (100 t) \cos$ $(0.01 x)$ છે. જ્યાં $y$ અને $A$ મિલીમીટરમાં અને $t$ સેકંડમાં છે. તો ઘટક તરંગની ઝડપ .......... $m / s$ હશે.
એક હૉસ્પિટલમાં પેશીમાંની ગાંઠ (ગ્રંથિ)નું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ $1.7\, km s^{-1}$ હોય તેમાં ધ્વનિની તરંગલંબાઈ કેટલી હશે? સ્કેનરની કાર્યવાહક (Operating) આવૃત્તિ $4.2\, MHz$ છે.
તરંગનું સમીકરણ $x=4 \cos \left(8 t-\frac{y}{2}\right)$, છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકંડમાં છે. તરંગની આવૃતિ $\left( s ^{-1}\right)$ માં કેટલી છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*