Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ?
સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?
ધારો કે $\gamma_1$ એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને $\gamma_2$ દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર $\frac{\gamma_1}{\gamma_2}$ નું મૂલ્ય $..........$ છે.
જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?