$1\, kg$ દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય $2.5\, Nm$ છે. જો તેની ઉપર લાગતું બળ $1\,N$ અને ઉદગમથી કણનું અંતર $5\, m$ હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દ્રવ્યમાન તથા $R$ ત્રિજયાની એક તકતી પર $R$ વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?
એક પાતળી લાકડાની ઘન તક્તિમાંથી $ABC$ સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે (આકૃતિ જુઓ). $D, E$ અને $F$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની બાજુના મધ્યબિંદુઓ છે અને $G$ એ ત્રિકોણનું કેન્દ્ર છે. ત્રિકોણના સમતલને લંબ અને $G$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ત્રિકોણની જડત્વની ચાકમાત્રા $I_o$ છે. જો $ABC$ માંથી નાનો ત્રિકોણ $DEF$ કાઢી નાખવામાં આવે તો બાકી રહેલ આકૃતિ માટે આ જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ થતી હોય તો
$2\ kg $ દળ ધરાવતો એક દઢ પદાર્થ $ 0.8\ m$ ત્રિજ્યા ધરાવતા, એક વર્તૂળાકાર પથ પર $44 \ rad s^{-1 }$ ના કોણીય વેગથી ગતિ કરે છે. જો આ વર્તૂળાકાર પથની ત્રિજ્યા $1 \ m $ થાય, તો આ પદાર્થનો નવો કોણીય વેગ ........ $rad\, s^{-1}$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પૈડાં એક જ અક્ષ પર ફરે છે મોટા પૈડાં ની ત્રિજ્યા નાના પૈડાં ની ત્રિજ્યા કરતાં બમણી છે જો $A$ ને $B$ માટે બાંધેલી દોરી સરકી જતી ના હોય અને $x$ અને $y$ એ $A$ અને $B$ વડે સમાન સમયમાં કાપેલું અંતર હોય તો .....
એક ટાવરની ટોચ પરથી $m$ દળ ના એક કણ ને સમક્ષિતિજ રીતે ફેક્વામાં આવે છે અને બીજી $2 \,m$ દળ ના ક્ણ ને ઊર્ધ્વ દિશામાં શિરોલંબ રીતે ફેકવામાં આવે છે તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શું થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં $\frac{R}{4}$ ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના $O$ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
$3\; m$ લંબાઈના સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ એ તેના એક છેડાથી અંતર $x$ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું દ્રવ્યમાનકેન્દ્ર તેના એક છેડેથી કેટલા અંતરે ($m$ માં) હશે?
$5\, kg , 4\, kg$ અને $2 \,kg$ દળના પદાર્થો $X-$અક્ષ પર અનુક્રમે $5\, m / s , 4\, m / s$ અને $2 \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો તેમના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ ($m/s$ માં) કેટલો થશે?
$M$ દળની વર્તૂળાકાર તકતીનો પ્રારંભિક વેગ $\omega_1$ છે. બે નાના $ m $ દળના ગોળાઓને તકતીના વ્યાસના વિરૂદ્ધ બિંદુઓ પર જોડેલા છે. તકતીનો અંતિમ કોણીય વેગ શું થશે ?