Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેરોમીટર ટ્યૂબ પારાનું $75 \,cm$ વાંચન કરે છે. જો ટ્યૂબના ખુલ્લા છેડાને પારાના પાત્રમાં રાખીને ટ્યૂબને ધીમે ધીમે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવવામાં આવે, તો બેરોમીટર ટ્યૂબમાં પારાના સ્તંભની લંબાઈ .......... શોધો.
પ્રવાહીનું ગોળાકાર ટીપું $1000$ સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો $u _{ i }$ મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને $u_f$ પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો $\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)$. (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો $x$ નું મૂલ્ય $.........$ હશે.
ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી $5\,cm$ જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ $..........\,m$ હશે.