Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $6\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા $12\,V$ ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને $1\,ms$ બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે $20\,V\; emf$ પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. $mH$ છે.
એક સુવાહક વર્તુળાકાર ગાળાને $\overrightarrow{ B }=\left(3 t ^3 \hat{ j }+3 t ^2 \hat{k}\right)- SI$ એકમમાં જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $X- Y$ સમતલમાં મૂકવામાં આવેલ છે. ને ગાળાની ત્રિજ્યા $1\,m$ હોય, $t =2$ સેકન્ડે ગાળામાં પ્રેરિત $emf\,n \pi\,V$ છે. તો $n$ ની કિંમત હશે.
સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ $L$ બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?
એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.04\; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $2\; mm/s$ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2 \;cm$ થાય ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?
સામાન્ય ઇલેક્ટ્રીક મોટરનાં આર્મેચર અવરોધ $1 \Omega$ છે. તથા તે $12\,V$ પાવર સપ્લાય સાથે ચાલુ થાય છે. જ્યારે લોડ સાથે જોડાયેલલી ન હોય ત્યારે તે $2\,A$ જેટલો વિદ્યુત પ્રવાહ લે છે. જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે $10 \%$ નો ઘટાડો થાય છે. તો વિદ્યુત પ્રવાહમાં (લોડ જોડવામાં આવે ત્યારે) થતો ઘટાડો ...... $A$