Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.