$1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ એક કાચના સ્લેબ પર પડે છે. જો શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
$1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
$1.5$ વક્રીભવનાંકના કાટના બનેલા $6^{\circ}$ પ્રિઝમકોણના પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંકના કાંચના બનેલા બીજા પ્રિઝમ સાથે જોડીને વિચલન વગર વિભાજન કરવામાં આવે છે. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો છે ?