Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
$2\,m$ લંબાઇની લાકડાની સળી પાણી પર તરે છે, પાણીનું પૃષ્ઠતાણ $0.07\, N/m$ છે.સળીની એક બાજુ $0.06\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખતાં તેના પર પરિણામી બળ ......... $N$ લાગે.
$0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . . $\mathrm{cm}$.
ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી $5\,cm$ જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ $..........\,m$ હશે.
સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ $2.0 \times 10^{-2} \;Nm ^{-1}$ છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને $3.5 \;cm$ થી $7\; cm$ સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય $.........\times 10^{-4}\,J$ હશે. [$\pi=\frac{22}{7}$ લો]
એક $U-$ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. તાર અને હલકા સરકતા ભુજ (slider) વચ્ચેની સાબુની પાતળી કપોટી (film) $1.5 \times 10^{-2}\, N$ વજનને ટેકવે છે. જેમાં તે ભુજનું વજન પણ સમાવિષ્ટ છે.) સરકતા ભુજની લંબાઈ $30\, cm$ છે. તો તે કપોટીનું પૃષ્ઠતાણ કેટલું હશે ?
કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?