$200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટીથી (પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^3 \,km$) $h$ ઊંચાઈ પર એક ઉપગ્રહને રાખવા માટેની જરૂરી ઊર્જા $E_1$ છે અને આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા જરૂરી ગતિ ઊર્જા $E_2$ છે. $E_1$ અને $E_2$ સમાન થાય તેવી ઊંચાઈ $h$ નું મૂલ્ય છે
ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરનાં ગુરુત્વપ્રવેગ જેટલો છે એન તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે, જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય, તો ગ્રહની ત્રિજ્યા શું હશે ?
$A$ ગ્રહનું દળ $\mathrm{M}$ અને ત્રિજ્યા $\mathrm{R}$. $\mathrm{B}$ ગ્રહનું દળ અને ત્રિજ્યા $A$ ગ્રહ કરતાં અડધી છે.જો $A$ અને $\mathrm{B}$ ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ $v_{\mathrm{A}}$ અને $v_{\mathrm{B}}$ હોય તો $\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}$ મળે છે તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
પૃથ્વી એક નિયમિત દળ ધનતા ધરાવતો એક ગોળો છે તેમ ધારતાં, એક પદાર્થ નું પૃથ્વીની સપાટી ઉપર વજન $300 \mathrm{~N}$ હોય તો પૃથ્વીની સપાટીની અંદર $R / 4$ અંતરે તેનું વજન કેટલું થશે ?
$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી રિંગની અક્ષ પર કેન્દ્ર $C$ થી $r$ અંતરે એક કણ મૂકેલો છે.જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણને કારણે રિંગના કેન્દ્ર $C$ પાસે પહોચે તો $C$ આગળ તેનો વેગ કેટલો હશે?
પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજયા $M_1 \;,R_1$ અને $M_2 \;,R_2$ છે . તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ છે.બે કેન્દ્રની મધ્યમાં $m$ દળ મૂકવામાં આવે છે. તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?