Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.
$50\,cm$ લંબાઇની એક ખુલ્લી વાંસળીની મદદથી સંગીતકાર દ્વિતીય પ્રસંવાદી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ખંડના બીજા છેડા થી એક વ્યક્તિ $10\, km/h$ ની ઝડપથી આ સંગીતકાર તરફ દોડે છે. જો તરંગની ઝડપ $330\, m/s$ છે. તો દોડતી વ્યક્તિને સંભળાતી આવૃતિ _____ $Hz$ ની નજીકની હશે.
$150 \mathrm{~cm}$ લાંબી એક બંધ ઓર્ગન નળી (વાંસળી) $350 \mathrm{~cm}$ એક ખુલ્લી ઓર્ગન નળી, કે બંને તેઓની મૂળભૂત આવૃત્તિ સાથે દોલન કરે છે, ની સાથે $7$ સ્પંદ પ્રતિ સેક્ન્ડ આપે છે. ધ્વનિનો વેગ_______$\mathrm{m} / \mathrm{s}$છે.
બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?
બે અણુઓ વચ્ચે $1.21\;\mathring A$ ના અંતરે વચ્ચે રહેલા એક સ્થિત તરંગમાં $3$ નિસ્પંદ અને $2$ પ્રસ્પંદ બિંદુ છે. સ્થિર તરંગની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.