Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનુનાદ નળી વડે ધ્વનિનો વેગ નક્કી કરવાના પ્રયોગમાં શિયાળા દરમિયાન પ્રથમ અનુનાદની શરત માટે લંબાઈ $18 \;cm$ મળે છે. આ જ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે છે. તો દ્રિતીય અનુનાદ માટે $x\; cm$ લંબાઈ મળે છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
$340 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં $125 \,cm$ લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. $cm$ હશે. (ધ્વનિનો વેગ $340 \,ms ^{-1}$ )
સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?