Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે માણસો તેઓની તરફ એક તારને ખેંચી રહ્યા છે. દરેક વ્યક્તિ તાર ઉપ૨ $200 \mathrm{~N}$ નું બળ લગાવે છે. તારના દ્રવ્યનો યંગ મોડયુલસ $1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ છે. તારની મૂળ લંબાઈ $2 \mathrm{~m}$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $2 \mathrm{~cm}^2$ છે. તારની લંબાઈ ...........$\mu \mathrm{m}$ વધશે.
તારનો એક છેડો છત સાથે જડિત છે અને બીજા છેડાથી $2 \mathrm{~kg}$ નું દળ લટકાવેલ છે. આવો સમાન બીજો તાર ભારના છેડે થી લટકાવવામાં આવે છે અને નીચેના તારને છેડે $1 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે. તો ઉપરના તારમાં અને નીચેના તારમાં પ્રવર્તતી સંગતવિકૃતિતોનો ગુણોત્તર_____________હશે.
એક લાંબા તાર પર થોડુક વજન લગાવતા તેની લંબાઈમાં $1\, cm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બીજા તાર જેનું દ્રવ્ય અને લંબાઈ સરખી પરંતુ વ્યાસ પહેલા તાર કરતાં અડધો છે, પર લગાવવામાં આવે તો લંબાઈમાં ........ $cm$ વધારો થાય .
સ્ટીલનો એક તાર $1 \,mm ^2$ આડછેદ અને $1 \,m$ લાંબો છે. આ તારને $200 \,N$ જેટલા બળથી $1 \,mm$ જેટલો ખેંચવામાં આવે છે. તો $10 \,m$ થી $1002 \,cm$ જેટલા ખેચવા માટે ........... $N$ બળની જરૂર પડે.
$1\,m$ લંબાઈ અને $1\,mm^2$ ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં $0.2\,mm$ વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે $120\times 10^9\,N/m^2$ અને $60\times 10^9\,N/m^2$ છે]
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે $3 \,{kg}$ અને $5\, {kg}$ ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ $\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}$ છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા ($cm$ માં) કેટલી હોવી જોઈએ?