Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?
બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )