Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ {I_0} $ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડ પર આપાત કરતાં બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવતો નથી,ત્રીજો પોલેરોઇડ પ્રથમ પોલેરોઇડની દ્ગ અક્ષ સાથે $\theta$ ખૂણે બંને પોલેરોઇડની વચ્ચે મૂકતાં અંતિમ પોલેરોઇડમાંથી બહાર આવતાં પ્રકાશની તીવ્રતા કેટલી થાય?
એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ ${P}_{1}$ અને ${P}_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા ${I} / 2$ મળે, તો ${P}_{2}$ ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $\frac{3 I}{8}$ મળે?
એક સાંકડી સ્લિટ ઉપર એકરંગી પ્રકાશનું સમતલ તરંગ-અગ્ર લંબરૂપે આપાત થાય છે. પરિણામે પડદા પર વિવર્તનભાત રચાય છે, તો જ્યાં પ્રથમ ન્યૂનતમ રચાય છે ત્યાં સ્લિટની ઉપરની ધાર અને નીચેની ધાર આગળથી નીકળતા તરંગો વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?
કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ $S$ માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ $P$ આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ $P$ આગળ મળતી મહત્તમ તીવ્રતા $I$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)