Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$p$ અને $Q$ ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા $20\,m$ તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. $p$ અને $Q$ વચ્ચેનું અંતર $5\,m$ છે. $P$ ની કળા $Q$ કરતા $90^{\circ}$ આગળ છે. $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે $A,B$ અને $C$ છે. $A,B,C$ આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500\, Å $ અને $ 5200 \,Å $ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm $ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $120 \,cm$ છે. બંન્ને તરંગલંબાઈના સુસંગત થવાના કારણે મળતી પ્રકાશિત શલાકાઓનું કેન્દ્રિત મહત્તમ શલાકાથી ઓછામાં ઓછું અંતર શું છે?
બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો $S_1$ અને $S_2$ વચ્ચે $d$ જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર $D$ છે.(આકૃતિ જુઓ.) હવે $0.1\,mm$ જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક $1.51$ અને $1.55$ ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે $S_1$ અને $S_2$ તરફ આવતા કિરણપૂંજ $\lambda = 4000 \mathring A$ ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા $.........$ સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.