Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
$R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
$f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
$10\,cm$ ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને $20\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\; cm$ હશે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે $2^{\circ}$ જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે $0.02$ અને $0.03,$ અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ $........\,^{\circ}$ હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)