Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રોકેટનું શરૂઆતનું દળ $1000\, {kg}$ છે. રોકેટને $20 \,{ms}^{-2}$ નો પ્રવેગ આપવા માટે તેના બળતણના દહનનો દર ${kg} {s}^{-1}$ માં કેટલો હોવો જોઈએ? રોકેટમાંથી બહાર આવતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ $500\, {ms}^{-1}$છે.
$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો $M =100\,kg , m _1=10\,kg$ અને $m _2=20\,kg$ ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ $F$ એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ $m _2,\; 2 \;ms ^{-2}$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ $F$ નું મૂલ્ય $............N$ થશે( $g =10 ms ^{-2}$ લો.)
સ્થિર રહેલો બોમ્બ ફૂટતાં બે સમાન દળના ટુકડા એકબીજાને લંબ દિશામાં $30 m/s $ ના વેગથી ગતિ કરે છે. તેનાથી ત્રણ ગણો દળ ધરાવતો ટુકડાનો વેગ અને દિશા નીચે પૈકી કઈ થશે?
$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર .............. $kg m / s$ હશે.