Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4.0\, cm$ અંતરે રહેલા, બે લાંબા સીધા અને સમાંતર તાર $A$ અને $B$ માંથી $8.0 \,A$ અને $5.0\, A$ વિદ્યુતપ્રવાહો એક જ (સમાન) દિશામાં વહે છે. તાર ના $10 \,cm$ લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો
કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)$ મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં $\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)$ ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો $SI$ એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
એક દ્રઢ તાર $\mathrm{R}$ ત્રીજ્યાં અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આક્રૂતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B=B_0 \hat{j}$ માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી $i$ વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ........
એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો સમાંતર છે. એક સ્થિર વિદ્યુભારિત કણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. તો આ કણનો ગતિમાર્ગ.......
$5\,cm,12\,cm$ અને $13\,cm$ બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ $2\,A$ નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ $0.75\,T$ મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની $13\,cm$ વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. $5\,cm$ ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય $\frac{x}{130}\,N$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.
$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી $R$ અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ $I$ સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર $A$ અને $C$ ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
જ્યારે બે ગુંચળામાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારે તેના કેન્દ્ર પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યાનો ગુણોતર $8 : 15$ હોય,તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે ?