બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ $30^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે તેનો $2.15\,m$ ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને $1.5\,m$ ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. $\left(\eta_{ w }=4 / 3\right)$
$8\,ms ^{-1}$ ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ $12\,ms ^{-1}$ ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... $ms ^{-1}$ હશે.
$f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............
બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )