Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ $M$ દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને $2 \,Mg$ બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ $\frac{x}{5} Mg$ મળે છે. $x$ નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given $g=$ acceleration due to gravity)
બે પદાર્થો $m_1$ અને $m_2$ દળોનો ધર્ષણરહિત અને દળરહિત ગરગડી પરથી પસાર કરેલી હલકી દોરી વડે જોડાયેલા છે. જો ગરગડી અયળ પ્રવેગ $\frac{g}{2}$ સાથે શિરોલંબ ઉપર તરફ ગતિ કરે છે, તો દોરીમાં ઉદભવતો તણાવ કેટલો હશે?
$2\, {kg}$ અન $8\, {kg}$ દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. $8\; {kg}$ ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે? ($\left.{g}=10\, {m} / {s}^{2}\right)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા $AB$ અને $AC$ દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. $A$ બિંદુ પર $\overrightarrow{ P }$ બળ લાગે છે જેનું મૂલ્ય $100\; N$ છે. તો બળ $\overrightarrow{ P }$ નો $AC$ ની દિશામાંનો ઘટક $x\;N$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
છત સાથે જોડેલી $4 \;\mathrm{m},$ દોરીના છેડે $10\; kg$ નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં $\mathrm{F}$ જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે તો બળ $\mathrm{F}$ ........... $N$ હશે.
($\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}$ અને દોરી દળરહિત લો)